શું 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર દેશભરના ખેડૂતોના દેવા માફ કરશે? ક્લિક કરીને જાણો
ત્રણ રાજ્યોમાં સજ્જડ હાર બાદ શું મોદી સરકાર દેશભરના ખેડૂતોના દેવા માફી કરવાની તૈયારીમાં છે?
Trending Photos
નવી દિલ્હી: ત્રણ રાજ્યોમાં સજ્જડ હાર બાદ શું મોદી સરકાર દેશભરના ખેડૂતોના દેવા માફી કરવાની તૈયારીમાં છે? તો કહી દઈએ કે તેનો કોઈ જવાબ નથી. બ્રોકરેજ ફર્મ Credit Suisseના એક રિપોર્ટમાં તેનો દાવો કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મળેલી હાર બાદ એવી અટકળો થઈ રહી હતી કે મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવાની તૈયારી કરી રહી છે.
આ રિપોર્ટ એવા સમયે બહાર આવ્યો છે કે જ્યારે પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દાને ચૂંટણીનું વચન ન બનાવવાની અપીલ કરી છે. જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યાં તો જીડીપી ગ્રોથ રેટ કે જે હાલ 7.5 - 7.8 ટકા છે, તેના અનુમાનમાં કાપ મૂકવો પડશે. વિદેશી બ્રોકરેજ ફર્મે કહ્યું કે ઔદ્યોગિક ગતિ સારી છે, જેના કારણે કોર્પોરેટ બેંક પણ સારું પ્રદર્શન કરશે.
આ અગાઉ કૃષિ મંત્રાલયના એડિશનલ સચિવ અશોક દલવીએ બે-ત્રણ દિવસ પહેલા કેન્દ્ર સરકારના સ્ટેન્ડને સ્પષ્ટ કરતા કહ્યું હતું કે દેશભરના ખેડૂતોના દેવા માફ કરવા જેવો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી. તેમણે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના ઉદ્દેશ્યની વાત જરૂર કરી હતી. દલવી ખેડૂતોની આવક બમણી કરવા માટે બનાવવામાં આવેલી કમિટીના પ્રમુખ પણ છે.
જો કે કોઈ પણ ચૂંટણી પહેલા જે પાર્ટીએ ખેડૂતોના દેવામાફીનો દાવ અજમાવ્યો તેમને વધુ વાર સત્તા બનાવવામાં સફળતા જરૂર મળી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢના ચૂંટણી પરિણામ તેનું ઉદાહરણ છે. કોંગ્રેસ આ દાવ 3 વાર અજમાવી ચૂકી છે અને ત્રણેયવાર તેને ચૂંટણી જીતવામાં સફળતા મળી છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે 2008માં ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કર્યા હતાં. 2009માં યુપીએ સરકારે ફરીથી સત્તા વાપસી કરી હતી. ભાજપે 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે દેવામાફીનું વચન આપ્યું હતું અને તે પૂર્ણ બહુમતથી સત્તામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે